Connect Gujarat
ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આવતીકાલે (સોમવાર)ના રોજ જન્મદિવસ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ( સોમવાર)ના રોજ તેમના 66મા જન્મદિવસની ઉજવણી કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આવતીકાલે (સોમવાર)ના રોજ જન્મદિવસ
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ( સોમવાર)ના રોજ તેમના 66મા જન્મદિવસની ઉજવણી કરશે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ( સોમવાર)ના રોજ તેમના 66મા જન્મદિવસની ઉજવણી કરશે. વિજય રૂપાણીનો જન્મ તારીખ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુન ખાતે થયો હતો. મુખ્યમંત્રી તેમના જન્મદિવસની ઉજવણી તેમના હોમટાઉન રાજકોટમાં કરવાના છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યાં બાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં. તેમનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુન ખાતે થયો હતો.તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેમનો પરિવાર 1960ની સાલમાં બર્મા છોડી ભારતમાં આવી ગયો હતો અને રાજકોટને કર્મભુમિ બનાવી હતી. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી.ની પદવી મેળવી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યાં હતાં. વિદ્યાર્થી નેતા તરીકે કામ કરતી વેળા તેઓ આરએસએસ અને જનસંઘ સાથે જોડાયાં હતાં. તેઓ 1971ની સાલથી ભાજપના સક્રિય કાર્યકર્તા રહયાં છે. ૧૯૭૬ વર્ષે રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતાં. તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તથા મેયર પણ રહી ચુકયાં છે. આનંદીબેન પટેલના રાજીનામા બાદ તેમણે 7 ઓગષ્ટ 2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. આ વર્ષે તેમના સાશનને પાંચ વર્ષ પુર્ણ થઇ રહયાં હોવાથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી 65 વર્ષ પુર્ણ કરી જીવનના 66મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના હોમટાઉન રાજકોટમાં કરશે. સવારે 8.30 વાગ્યે તેઓ કર્ણાટકના પુર્વ રાજયપાલ અને ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાત સાથે દિવસની શરૂઆત કરશે. આખો દિવસ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સાંજે પોણા સાત વાગ્યે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે.

Next Story