Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી: "ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની"

ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની ટકોર કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી: ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની
X

ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે પશુની જવાબદારી પશુપાલકની છે. ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવાની માંગને પણ કોર્ટે ફગાવી હતી.

મહત્વનું છે કે, શહેરી વિસ્તારની આસપાસ માલધારીઓને ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી અરજદારની માંગણીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પોતાના ઢોર ની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકોની છે. ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી પણ ઢોર માલિક હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. શહેરી વિસ્તારમાં ઢોર રાખી અને તેને રસ્તે રઝળતા મૂકવાની છૂટ પશુપાલકોને આપી શકાય નહીં. અબોલ પશુઓને રઝળતા મૂકી ઢોર માલિક પોતાની સામાજિક અને નૈતિક જવાબદારી માંથી છટકવા માંગે તે ચલાવી શકાય નહીં.

તેમજ રઝળતા પશુ પકડાય તો એ માટે થતા દંડની રકમ ઘટાડવા માટે સક્ષમ સત્તા મંડળ સમક્ષ રજૂઆત કરવાની કૉર્ટે છૂટ આપી છે. બીજી તરફ આજે રખડતા ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાના સત્રમાં કાયદો રદ્દ કરાશે. વિધાનસભા સત્ર પૂર્ણ થઇ ચૂક્યું છે, જેથી કાયદો હાલમાં સ્થગિત કર્યો છે. માલધારી સમાજના લોકોએ મને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ ખૂબ હકારાત્મક પ્રત્યુતર આપ્યો હતો. મુખ્યમંત્રીએ ખૂબ હકારાત્મક પ્રત્યુતર આપ્યો હતો. મેં મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી છે. વધુમાં પાટિલે કહ્યું કે, ગુજરાતના લોકોને ગાય રાખવા માટે લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી અને દંડ હજારો રૂપિયા આપવા પડે તે પણ યોગ્ય નથી

Next Story