Connect Gujarat
ગુજરાત

જામનગર : લંડનના ભારતીય પરિવાર દ્વારા મેડિકલ સાધનો અર્પણ કરાયા

ની:શુલ્ક સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરાય.

જામનગર : લંડનના ભારતીય પરિવાર દ્વારા મેડિકલ સાધનો અર્પણ કરાયા
X

લંડનના ભારતીય પરિવાર દ્વારા જામનગર શહેરની જનતા માટે મેડિકલ સાધનોની સહાય અર્પણ કરવામાં આવી છે. કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો માટે ની:શુલ્ક સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર શહેરમાં પારસધામ ખાતે લંડનના વોરા પરિવાર દ્વારા અર્પણ કરાયેલા મેડિકલ સાધનોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો સુધી મેડિકલ સાધનોની સહાય પહોચાડી શકાય તેવા હેતુથી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

લંડન ખાતે રહેતા અજયલાલ બાબુલાલ વોરા તરફથી ઓક્સિજનના બોટલ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, બેડ, વ્હીલ ચેર જેવા અનેક મેડિકલ સાધનોની સહાય કરવામાં આવી છે, ત્યારે હવે આવનાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા આ સહાય સાધન સામગ્રી ખૂબ જરૂરી પુરવાર થશે.

Next Story
Share it