ભાઈ-બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય, ત્યારે જામનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી.
રવિવારના રોજ ભાઈ-બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર ભારત દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે, ત્યારે જામનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વ્રારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ અને કોરોના દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટાફને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી તેમના દીર્ઘાયુ માટે ભાજપની બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગર ભાજપ મહિલા મોરચાના મહિલાઓ દ્વારા શહેરના સિટી બી' ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિત દરેક પોલીસ કર્મચારીઓને હાથે રક્ષા રૂપી રાખડી બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, કોર્પોરેટર ડીમ્પલ રાવલ, મહિલા પ્રમુખ રિટાબેન, મહિલા આગેવાન શારદા વિંઝુડા, પ્રતિભા કનખરા સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.