Connect Gujarat
ગુજરાત

જામનગર : પતંગ-દોરાથી 60થી વધુ પક્ષીઓને ઇજા, વન વિભાગ-જીવદયા પ્રેમીઓએ આપી સારવાર

જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું,

જામનગર : પતંગ-દોરાથી 60થી વધુ પક્ષીઓને ઇજા, વન વિભાગ-જીવદયા પ્રેમીઓએ આપી સારવાર
X

જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું, પણ અબોલ પક્ષીઓ માટે મકરસંક્રાંતિનો દિવસ કષ્ટદાયક નિવડ્યો હતો. જેમાં જુદી-જુદી પ્રજાતિના 60થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જ્યારે 5 કબુતર મોતને શરણે પહોંચ્યા છે.

જામનગર શહેરમાં મકરસંક્રાંતિને લઈને તેમ જ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, ઉપરાંત જામનગરની એનજીઓ સંસ્થા લાખોટા નેચર ક્લબ, એનીમલ હેલ્પલાઇન, જીવ સેવા ફાઉન્ડેશન, તેમજ ખીજડીયા મરીન ફોરેસ્ટ વગેરે દ્વારા પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં જુદા જુદા સ્થળોએ પક્ષીઓની સારવાર માટે હંગામી ટેન્ટ ઉભા કરી દેવાયા હતા. જેના અનુસંધાને સમગ્ર દિવસ દરમિયાન કુલ 60 જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમાં 550 કબુતર, 2 કુંજ (કોમન ક્રેન), 2 સિગલ, અને 1 પોપટનો સમાવેશ થાય છે. જોકે, સ્થળ પર હાજર રહેલી ટીમ દ્વારા તમામ પક્ષીઓને જરૂરી સારવાર આપી બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પતંગની દોરના કારણે 5 કબૂતરો કે, જેઓને બચાવી શકાયા નથી, અને તેઓ મોતની શરણમાં પહોંચી ગયા છે. શહેરની એનજીઓ સંસ્થા ફોરેસ્ટ વિભાગની ટીમ વગેરેએ સવારે 8 વાગ્યાથી મોડી સાંજ સુધી કરુણા અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જામનગર માં ઉત્તરાયણ ની ઉજવણી થઈ હતી, ત્યારે પતંગ ની મજા નિર્દોષ પક્ષીઓને ઇજા પોહચાડે તો તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી શકાય તેવા શુભહેતું સર લાખોટા નેચર કલબ દ્વારા જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...

લાખોટા નેચર કલબ દ્વારા શહેર ના ડી.કે.વી. સર્કલ , સાધના કોલોની સહિત અનેક સ્થળોએ સ્ટોલ નાખી જે જગ્યા એ પક્ષી ઇજા પામે તેને યુદ્ધના ધોરણે સારવાર પુરી પાડવામાં આવી હતી,

સંસ્થાના આ કાર્યમાં પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, મંત્રી ભાવિક પારેખ, શબીર વીજળીવાલા,જય ભાયાણી, મયુર નાખવા, મંયક સોની અને વૈભવ ચુડાસમા, ભૌતિક સાંગણી વિગેરે હાજર રહ્યા હતા.

Next Story