જામનગર : 72મા વન મહોત્સવ પ્રસંગે મેયરના અધ્યક્ષસ્થાને રોપાઓનું વાવેતર કરાયું

મહાનગર પાલિકા કક્ષાનો 72મા વન મહોત્સવનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એરફોર્સ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

New Update

જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગ જામનગર દ્વારા મેયરના અધ્યક્ષ સ્થાને 72મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગ જામનગર દ્વારા મેયર બિના કોઠારીના અધ્યક્ષ સ્થાને મહાનગર પાલિકા કક્ષાનો 72મા વન મહોત્સવનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એરફોર્સ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર બિના કોઠારી અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ બિના કોઠારી દ્વારા આગામી સમયમાં જામનગર જિલ્લાને પણ વન મહોત્સવ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ગાર્ડન શાખા ચેરમેન ડીમ્પલ રાવલ, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સહિત જેએમસી અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: દહેજ પોલીસે જોલવા ગામે દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા આરોપીની કરી ધરપકડ

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે

New Update
fbd

ભરૂચની દહેજ પોલીસને બાતમી મળી હતી કે જોલવા ગામે સેફરોનસીટીમાં રહેતા નરેશ પરમાર તેની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં પણ તે દુકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખ્યો છે.

 જે આધારે સરકારી પંચો સાથે રેઈડ કરતા આરોપીએ પોતાની દુકાનમાં સંતાડી રાખેલ ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી આ જથ્થો લાવી અને તેની નાની-નાની પડીકીઓ બનાવી લોકોને છુટક વેચાણ કરવાના ઇરાદે ગાંજાનો જથ્થો પોતાની દુકાનમાં સંતાડી રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 9 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.