જામનગર : યુવાવર્ગમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુસર યોજાયો મતદાર જાગૃતિ કાર્યક્રમ...

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં મતદાર યાદીમાં સુધારણા અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કારવામાં આવ્યું હતું.

New Update

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં મતદાર યાદીમાં સુધારણા અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કારવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓએ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 78 વિધાનસભા ઉતર જામનગર ભાગમાં આવેલ ગાંધીનગર સ્કૂલ નંબર 50માં 5 બૂથ આવેલા છે. જેમાં ગાંધીનગર, મોમાઈનગર, પુનિતનગર સહિત માજોઠીનગરનો સમાવેશ થાય છે, ત્યારે આ બૂથ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફોર્મ 6 અને 8 કેવી રીતે ભરવું, ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી મતદાર યાદી સુધારણા અને મતદાન અંગેની તમામ માહિતીઓ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને કોર્પોરેટરને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી શહેરીજનોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.જામનગર : યુવાવર્ગમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુસર યોજાયો મતદાર જાગૃતિ કાર્યક્રમ...