જુનાગઢ : પિતાની હત્યાનો બદલો લેવા માટે રવનીના યુવકની હત્યા કરનાર 2 શખ્સો ઝડપાયા...

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

New Update

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસે ફાયરિંગ કરનાર બુકાનીધારી 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે સલીમ સાંઘની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના બનાવના પગલે વંથલી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક સલીમ સાથે સૌપ્રથમ 2 શખ્સો દ્વારા બાઇક અથડાવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ બોલાચાલી કરી ફાયરિંગ કરાયું હતું. ત્યારબાદ ફાયરિંગ કરી બુકાનીધારી શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ ગામ લોકો એકઠા થઇ ગયા હતા, અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ સલીમ સાંઘને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા લતીફ સાંઘ અને મુસ્તાક ગામેતીની ધરપકડ કરી હતી. જોકે, આરોપીએ પિતાની હત્યાનો બદલો લેવા માટે માનતા રાખી હોવાનું અને જૂની અદાવતમાં સલીમ સાંઘની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બન્ને આરોપીઓની સઘન પૂછપરછ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.