Connect Gujarat
ગુજરાત

ખેડા : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કન્ટેનર પાછળ કાર ભટકાતાં 4 લોકોના મોત...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા.

X

ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, મહેમદાવાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગત ગુરુવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કાર હાઇવે પર ઉભેલા એક કન્ટેનર પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક સહિત 4 વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે, અને ભરૂચ નજીક મિત્રનો અકસ્માત થતાં અન્ય મિત્ર પોતાના મિત્રોના પરિવારજનોને લઈ જતી વેળા મહેમદાવાદ નજીક તેમને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં જયશ્રી પુરાણી, કૃતિ પુરાણી, જૈની પુરાણી અને કારચાલક અકબરખાન પઠાણનું મોત નીપજ્યું હતું.

Next Story