ખેડા : વસોના થલેડી ગામે નારી શક્તિ થીમ આધારીત ગ્રામસભાનું આયોજન કરાયું...

આઝાદી કા અમૃત મહોત્સવ અને નારી વંદન સપ્તાહ ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લાના વસો તાલુકાના થલેડી ગામ ખાતે નારી શક્તિ થીમ આધારીત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું

New Update

આઝાદી કા અમૃત મહોત્સવ અને નારી વંદન સપ્તાહ ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લાના વસો તાલુકાના થલેડી ગામ ખાતે નારી શક્તિ થીમ આધારીત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણી દ્વારા ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી મહીલા ઉત્કર્ષ બાબતે પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર તથા અધિક નિવાસી કલેકટર દ્વારા નારી શક્તિના સમ્માનના ભાગરૂપે તાલુકા પંચાયત પ્રમુખ હેમલ પટેલ, TDO મિહિકા પરમાર તથા થલેડી ગામના સરપંચશ્રીનું શાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થલેડી ગામની શાળા, આંગણવાડી, આરોગ્ય અને અન્ય વિભાગના કર્મચારીઓ, પંચાયતના સરપંચ સભ્યો, ગામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.