Connect Gujarat
ગુજરાત

ખેડા : તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

ખેડા : તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
X

ખેડા જિલ્‍લાના વસો ખાતે મામલતદાર કચેરીમાં જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

અરજદારોનો હકારાત્‍મક નિકાલ આપતા તેમણે કલેકટર કે.એલ.બચાણી અને સરકારનો આભાર વ્‍યક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા કરી તેમજ સ્‍થાનિક અન્‍ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનો આપવામાં આવ્‍યા. અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્‍ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત મામલતદાર જે.પી.ઝાલા સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્‍ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story