Connect Gujarat
ગુજરાત

ખેડા : રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું...

ગુજરાત રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણએ ૧૪માં નાણાપંચ અન્વયે ખેડા જિલ્લાના કપડવંજ બાયપાસ રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે બનનાર કપડવંજ-દાણા-ડામર રોડનું ખાતમુહર્ત મહાનુભાવો અને નાગરિકોની ઉપસ્થિતિમાં કર્યું હતું

ખેડા : રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું...
X

ગુજરાત રાજ્યકક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણએ ૧૪માં નાણાપંચ અન્વયે ખેડા જિલ્લાના કપડવંજ બાયપાસ રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે બનનાર કપડવંજ-દાણા-ડામર રોડનું ખાતમુહર્ત મહાનુભાવો અને નાગરિકોની ઉપસ્થિતિમાં કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્યની ૬.૫ કરોડની વસ્તિના ૫૦ ટકા વસ્તિ એટલે કે, અંદાજે ૩ કરોડ જેટલા નાગરિકો વેપાર-રોજગાર-ધંધા અને બાળકોના અભ્યાસ અર્થે શહેરોમાં વસતા થયા છે. જેના કારણે શહેરોમાં ગીચતા વધી અને રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી અનેક પાયાની જરૂરીયાતો શહેરોમાં વધારવાની જરૂરીયાત ઊભી થયેલ છે. કપડવંજમાં પણ શહેરના વિકાસ વેગ પકડાયો છે ત્યારે શહેરામાં રોડ-રસ્તા અને ગટરના કામો પણ આયોજન બધ્ધ કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને કપડવંજ શહેરમાં ટ્રાફીકની સમસ્યાને દૂર કરવા શહેરના નાગરીકોની જૂની માંગણી આ રસ્તો બનતા દૂર થશે.

આઝાદીના ૭૫ વર્ષની ઊજવણી પ્રસંગે યોજનાર અમૃત મહોત્સવ અન્વયે અનેક વિકાસના કામો આયોજન બધ્ધ રીતે થઈ રહ્યા છે. અને આવનારા સમયમાં આ કામોના પૂર્ણ થતા આ વિસ્તારના નાગરિકોને ફાયદો થશે. આ કામોની જાળવણી પણ સરકારની સાથે સાથે નાગરિકોએ સંભાળી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અપલ કરી હતી. શ્રધ્યેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂદા જૂદા ટેક્સના માધ્યમથી થતી સરકારી આવકના ૪૨ ટકા જેટલી માતબર રકમ રાજ્યોના વિકાસ માટે આપવાનું આયોજન કર્યું છે, તેના કારણે વિકાસને વેગ મળ્યો છે. તેઓએ નાગરિકોને જણાવ્યું હતુ કે, ગ્રામ્યકક્ષાએથી તમો તમારા આગેવાનોને ચૂંટીને મોકલો છો તો તેઓ પાસે તેઓએ કરેલ કામગીરીનો હિસાબ માંગો તો લોકશાહિ મજબૂત-સૂદઠ બનશે.

અમારી સરકાર છેવાડાના માનવી ને પાયાની સગવડના પહોચાડવા કટીબધ્ધ છે. કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનીકા પટેલ સૌનુ સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે ચીફ ઓફિસર એસ.સી.રતાણીએ આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી, ગોપાલ શાહ, પ્રાંત અધિકારી ડી.એમ.મકવાણા, દશરથ પટેલ, મામલતદાર, નગરપાલિકાના ઉપપ્રમુખ મોહન શેખ અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story