Connect Gujarat
ગુજરાત

ખેડા : માતર તાલુકાનો આરોગ્ય મેળો યોજાયો, નાગરિકોએ આરોગ્યલક્ષી સેવાનો મહત્તમ લાભ લીધો

ખેડા જિલ્લાના માતર એ.પી.એમ.સી ખાતે તાલુકા આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ખેડા : માતર તાલુકાનો આરોગ્ય મેળો યોજાયો, નાગરિકોએ આરોગ્યલક્ષી સેવાનો મહત્તમ લાભ લીધો
X

ખેડા જિલ્લાના માતર એ.પી.એમ.સી ખાતે તાલુકા આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળાને ખુલ્લો મુકતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ હેલ્થ મેળાથી સમગ્ર તાલુકાના નાગરિકોને ખુબ જ લાભ થવાનો છે. ઘર આંગણે શ્રેષ્ઠ આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે આ સરકાર કટીબધ્ધ છે અને અનેક પ્રકારના પગલા લઇ રહી છે.

માતર તાલુકા મથકે હેલ્થ મેળામાં આરોગ્યલક્ષી જાણકારી અને આરોગ્યની તપાસ માટે અલગ અલગ વિભાગના નિષ્ણાંત ડોકટરો એક જ જગ્યાએ તપાસ કરી માર્ગદર્શન આપ્યુ હતુ અને આરોગ્યની જાણકારી આપી હતી. તાલુકાના નાગરિકોને આ આરોગ્યલક્ષી જાણકારીથી ખૂબ જ લાભ થશે. આ મેળા દરમિયાન વિવિધ સારવારનો લાભ, જાણકારી અને આરોગ્યને લગતા પ્રશ્નોની સલાહ, આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામુલ્યે તપાસ, વિના મૂલ્યે દવાઓ, હેલ્થ આઇડી, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી- કન્સલટેશન, કેન્સર, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, મોઢાનું કેન્સર, મોતિયાબિંદ તપાસ, યોગ અને ધ્યાન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેનો લાભ માતર તાલુકાના નાગરિકોએ લીધો હતો.

Next Story