Connect Gujarat
ગુજરાત

ખેડા : સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ-ડાકોર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, કેબિનેટ મંત્રીએ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી

સમુહ લગ્નોએ વસુદૈવ કુટુંબકમની વિચારધારા સાથે સમાજમાં સમાનતાનો આર્દશ પ્રસ્થાપિત કરે છે,

ખેડા : સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ-ડાકોર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, કેબિનેટ મંત્રીએ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી
X

સમુહ લગ્નોએ વસુદૈવ કુટુંબકમની વિચારધારા સાથે સમાજમાં સમાનતાનો આર્દશ પ્રસ્થાપિત કરે છે, ત્યારે ખેડા જીલ્લામાં સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ, દંડી સ્વામી આશ્રમ-ડાકોર આયોજીત સમુહ લગ્નોત્સવને પ.પૂ. ગીતાસાગર મહારાજ, રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી આર્શિવાદ આપ્યા હતા.

આ પ્રસંગે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, દરેક નવ દંપતી તેઓના જીવનમાં એકમેકને સમજી વિચારી સુખેથી જીવન જીવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજક વિજયદાસજીએ આ પ્રસંગે જણાવ્યું કે, સમુહ લગ્નોત્સવએ દરેક વ્યક્તિમાં પ્રભુના દર્શન કરી વસુદૈવ કુટુંબકમની વિચારધારા સાથે સમાજમાં સમાનતાનો આર્દશ પ્રસ્થાપિત કરે છે. આ પ્રસંગે મહામંડલેશ્ર્વર લલિતકિશોરબાપુ (લિંબડી), મહામંડલેશ્રવર દૂર્ગાદાસ બાપુ, સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, એપીએમસી ચેરમેન યોગેન્દ્રસિંહ પરમાર, ડાકોર નગરપાલિકા પ્રમુખ રાજેશ પટેલ, નયના પટેલ, ધારાસભ્ય કાંતિ પરમાર, વિમલ ઉપાધ્યાય વગેરેના શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા હતા.

મહંત વિજયદાસએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ રીત રિવોજોની વચ્ચે હિંદુ આદર્શ લગ્ન સંસ્કારને મજબૂત બનાવવા આવા કાર્યક્રમોએ એકતા સાદાઇ અને સંસ્કૃતિના સાચા કેન્દ્રો છે. યોગેન્દ્રસિંહ પરમારે એક સંદેશામાં જણાવ્યું હતું કે, સંસ્થા નબળા વર્ગના કલ્યાણ માટે તેઓના સ્વજન બની તેઓના સર્વાગી ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને કોરોના કાળના સમયની સંસ્થાની સેવાઓની તેઓએ સરાહના કરી હતી. સંસ્થાઓ ધ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદ, નિદાન યજ્ઞો, સેવાયજ્ઞો, ગુપ્ત કરીયાણું પહોંચાડવાની યોજના, ધાર્મિક તહેવારોની ઉજવણી, ભજન કિર્તન કથાઓનું આયોજન તેમજ રાહતદરે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંસ્થા ધ્વારા અન્નક્ષેત્ર, ગૌશાળા અને વૃધ્ધાશ્રમ શરૂ કરીને માનવતાનું મોટું કાર્ય કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નમાં 12 નવ દંપતીઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા.

Next Story