Connect Gujarat
ગુજરાત

ખેડા : ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો…

ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, ગભરામણ, મુંઝવણ અને ટેન્શન દૂર થાય તે હેતુથી એક દિવસીય મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો…
X

ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત યોગી ફાર્મ ખાતે આગામી ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, ગભરામણ, મુંઝવણ અને ટેન્શન દૂર થાય તે હેતુથી એક દિવસીય મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPSના સંત સર્વમંગલ સ્વામીજી એ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ સંબોધિત સ્વામિનારાયણ સંપ્રદાયનો સિધ્ધાંત અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજની સ્થાપના ૨૦૨૨ને પ્રમુખ મહારાજ સ્વામીના પ્રાગટ્યના ૧૦૦ વર્ષ થાય છે. ૧૦૦ વર્ષની શતાબ્દિના ઉપક્રમે શતાબ્દિનો અમદાવાદમાં ઈન્ટરનેશનલ લેવલે યોજાશે પણ એમા અનેક રીતે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. તેમા બાળકો-કિશોરોને પણ સંસ્કારલક્ષી, ચારિત્ર્યલક્ષી અને અભ્યાસમાં ખુબજ ઉન્નતિ થાય તે માટે અનેક શિબિર અને કાર્યક્રમોનું આયોજન થયેલુ છે. તેમાં ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે એ લોકોની અંદર જે ગભરામણ છે, મુંઝવણ છે. ટેન્શન છે.


તે દૂર થાય તે હેતુ થી ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો આજે એક દિવસનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો છે. વિશ્વમાં જે જે મહાનુભાવોને કેવી કેવી તકલીફો, વિધ્નો આવ્યા તે દ્રષ્ટાતો, પ્રસંગોને વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઊભો થાય તે માટે પ્રયત્ન બાળકોના નાનપણથી ભગવાનમાં શ્રધ્ધા આવે તેમજ જીવન ચારિત્ર્યવાન બને, બાળકો સારા નાગરિકો બને તો દુનિયા પણ સારી બનશે. બાળકોની શક્તિ-ટી.વી મોબાઈલમાં ન વેડફાય તે પણ આ શિબિરનો ઉદ્દેશ છે. યોગીફાર્મ નડિયાદ ખાતે જિલ્લા શિક્ષણધિકારીની કચેરી અને BAPS સંસ્થાના ઉપક્રમે ધો-૧૦ ધો-૧૨ના અંદાજીત ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે આગામી પરીક્ષા ધ્યાને લઈ મોટીવેશન માટે એક કાર્યક્રમ કરવામાં આવેલો વિદ્યાર્થીઓ કપળા કોરોના કાળમાંથી પસાર થઈ, આ વખતે બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, ત્યારે સફળતાના શિખરો સર કરે, આ માટે મોટીવેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Next Story