ખેડા : ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસની થીમ પર વિશેષ સ્ટેમ્પ કલેક્શન કરાશે

આ અનોખી પહેલ ૭માં વર્ષ વાર્ષિક વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. વિશેષ સ્ટેમ્પ કલેક્શન વિશ્વ યોગ દિવસની થીમ પર કરવામાં આવનાર છે.

New Update

ભારતીય ટપાલ વિભાગ તા. ૨૧-૦૬-૨૦૨૧ના રોજ વિશ્વ યોગ દિવસ મનાવવા જઇ રહ્યું છે. જે અંતર્ગત ભારતીય ટપાલ વિભાગની તમામ ૮૧૦ હેડ પોસ્ટ ઓફિસમાં વિશેષ સ્ટેમ્પ કલેક્શન કરવા જઇ રહ્યુ છે. આ અનોખી પહેલ ૭માં વર્ષ વાર્ષિક વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. વિશેષ સ્ટેમ્પ કલેક્શન વિશ્વ યોગ દિવસની થીમ પર કરવામાં આવનાર છે.

ખેડા જિલ્લા પોસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત નડીયાદ હેડ પોસ્ટ ઓફિસ અને ખેડા હેડ પોસ્ટ ઓફિસમાં તા. ૨૧ જુન ૨૦૨૧ના રોજ બુક કરવામાં આવેલ દરેક હિસાબી ટપાલ પર વિશેષ સ્ટેમ્પ દ્રારા કલેક્શન કરવામાં આવશે. વિશેષ સ્ટેમ્પ કલેક્શનએ ફીલાટેલી રસિકો માટે ખુબ જ સારા સમાચાર છે. ખેડા જિલ્લાની જાહેર જનતા તેમજ ફિલાટેલી રસીકોને જણાવવામાં આવે છે કે, તેઓ વિશેષ સ્ટેમ્પનો લાભ લેવા ખેડા જિલ્લા પોસ્ટ વિભાગ હેઠળ આવેલ નડીયાદ અને ખેડા હેડ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.