કચ્છના ભુજની નવી રાવલવાડી સ્થિત આવેલા નરસિંહ મહેતા નગરમાં જે વહેલી સવારે મગર દેખાતા નગરજનોમાં ભય ફેલાયો હતો નગરજનો દ્વારા જંગલ ખાતાની ટીમને જાણ કરતા જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કરી આ મગરને પકડ્યો હતો.
કચ્છ જિલ્લાના ભુજના નરસિંહ મહેતા નગરમાં વહેલી સવારે ત્રણ ફૂટનો મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. નગરની શેરીમાં આમ તેમ ફરતા મગરને જોઈને લોકોમાં ભય ફેલાતા નગરજનોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમે રેસ્ક્યુ કરી મગરને પકડી પાડ્યો હતો. મગર પકડાઇ જવાના સમાચાર વાયુવેગે સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં પ્રસરી જતાં મગરને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યાં હતાં. મગર પકડાઇ જવાથી નગરજનો તથા વન વિભાગે રાહત સાથે હાશકારો અનુભવ્યો હતો.