કચ્છ : ભુજમાં તળાવ કિનારે જ ભક્તોએ કર્યું દશામા મુર્તિનું વિસર્જન
પાલિકા દ્વારા મૂર્તિને માંડવી દરિયા કિનારે વિસર્જન કરાઈ.
BY Connect Gujarat18 Aug 2021 9:23 AM GMT

X
Connect Gujarat18 Aug 2021 9:23 AM GMT
કચ્છ જિલ્લાના ભુજમાં ભાવિક ભક્તો દ્વારા દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક ભક્તો માતાજીની મુર્તિ કિનારે મૂકી જતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
ભુજ શહેરના હમીરસર તળાવમાં ભક્તો દ્વારા દશામા મુર્તિ અને પૂજાપાની સામગ્રી પધરાવવામાં આવી હતી. જોકે, હંમેશની જેમ ભક્તો દસ 10 પૂજા કર્યા બાદ માતાજીની મુર્તિ કિનારે જ મૂકી જતા લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તળાવમાંથી મુર્તિ કાઢી માંડવીના દરિયા કિનારે વિસર્જન માટે લઈ જવામાં આવી હતી. તો સાથે જ નગરપાલિકા દ્વારા તળાવ કિનારે સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી. જોકે, ઘણા લોકોએ માંડવીના દરિયા કિનારે દશામાની મુર્તિનું વિસર્જન કર્યું હતું.
Next Story