કચ્છ : ભુજના ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન ઉત્સવનો પ્રારંભ

ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં વેક્સિન ઉત્સવ યોજવામાં આવ્યો હતો.

New Update

કચ્છ જિલ્લામાં આજથી વેક્સિનેશનના મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભુજ તાલુકાના ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં વેક્સિન ઉત્સવ યોજવામાં આવ્યો હતો.

Advertisment

કચ્છ જિલ્લામાં મહત્તમ લોકોને વેક્સિનેશન હેઠળ આવરી લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજથી જ્યારે યુવાઓને વોક ઇન વેક્સિનેશનનો લાભ પણ મળવાનો છે. જેથી વેક્સિનેશનની કામગીરીમાં વધુ ઝડપ આવશે. કારણ કે, કચ્છમાં યુવાઓને રસી લેવાનો ઉમંગ છે. પરંતુ ઓનલાઈન સ્લોટ બુક ન થવાથી રસી લઈ શકતા નથી, ત્યારે આજથી યુવાઓ પણ રસી લેવા આગળ આવી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહિરે જણાવ્યું હતું કે, રસીકરણની કામગીરીમાં કચ્છનો પ્રથમ નંબર આવે તે માટે સૌ ઝડપથી વેક્સિન મુકાવે તે જરૂરી છે. જિલ્લામાં હજી પણ ઘણા લોકો ધર્મના નિયમો અને રૂઢીચૂસ્તતાના કારણે રસી મુકાવતા નથી. તેઓ પણ રસી લેવા આગળ આવે તે જરૂરી બન્યું છે. ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપતમાં પણ રસીકરણ મહાઅભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે, જિલ્લામાં હાલ 14 લાખ લાભાર્થી સામે 1.30 લાખ યુવાઓ અને 2.30 લાખ વયસ્કોએ રસી મુકાવી છે.

Advertisment