Connect Gujarat
ગુજરાત

કચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને રાજ્યની સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું : કેજરીવાલ

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે તેઓએ જન્મદિવસે કચ્છની મુલાકાત લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે, સરકારી શાળાઓની હાલત કથળેલી છે, સુધારવાની જરૂર છે. ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે.

કચ્છ સહિત રાજ્યમાં મોટી સંખ્યામાં સરકારી શાળા શરૂ કરી બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય છે. લોકો અમીર થશે, તો દેશ અમીર બનશે. આ ઉપરાંત વિદ્યા સહાયકના ઘણા મુદ્દા વિશે જણાવ્યુ હતું કે, વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, 3 મહિનામાં અમારી સરકાર બનશે. તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું. આ સાથે જ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી મામલે પણ તેઓએ કટાક્ષ કર્યો હતો. જેમાં આટલી મોટી માત્રામાં એક પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય છે તે ચિંતાનો વિષય છે. અહીં પ્રાઇવેટ નહીં પણ સરકારી સિક્યોરિટી હોવી જોઇએ. તપાસ થાય તો તપાસમાં શું નીકળ્યું તે જાણવા મળવું જોઇએ કે, કેટલો જથ્થો હતો અને જવાબદાર કોણ હતું.

Next Story