7 મે 2022ના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમને ભારતના પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરની પ્રથમ ટ્રેન સોંપવામાં આવશે. દિલ્હી થી મેરઠ સુધી આ રેલ્વેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. વર્ષ 2024 સુધીમાં તેને સાકાર કરવાના આ સપનાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે તેનો પ્રથમ તબક્કો 2023 સુધીમાં શરૂ થઇ જશે. આવી સ્થિતિમાં, હવે તેના અત્યાધુનિક કોચની ડિલિવરી 7 મેના રોજ શરૂ કરવામાં આવશે, જે 14 મે સુધીમાં ગાઝિયાબાદ આવશે.
પ્રથમ ટ્રેન દિલ્હી સરાઇ કાલે ખાં-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર ચલાવવામાં આવશે. તેને 180 km h ની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. RRTS ટ્રેનનું 100% નિર્માણ ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, રાજ્યના (ગુજરાત) ના સાવલી ખાતે એલ્સટોમના કારખાનામાં તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એલ્સટોમ એક ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપની છે કે જેણે ગયા વર્ષની શરૂઆતમાં બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશન હસ્તગત કર્યું હતું. કેનેડિયન-જર્મન કંપની બોમ્બાર્ડિયર દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન માટે એક મેટ્રો કારનું નિર્માણ કર્યું હતું.
RRTSની આ પ્રથમ ટ્રેન શનિવારના રોજ ગુજરાતના સાવલીમાં એક સમારોહમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC)ને સોંપવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરોને ફ્રી વાઈફાઈ, ચાર્જિંગ સ્ટેશન, તેમજ ડાયનેમિક રૂટ મેપ સહિત અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે2022ના અંત સુધીમાં રેપિડ પ્રથમ ટ્રાયલ રન શરૂ થઇ જશે. સાહિબાબાદ થી દુહાઈ વચ્ચેનો 17 કિ મી ના અગ્રતા વિભાગને 2023 સુધીમાં અને સમગ્ર કોરિડોર 2025 સુધીમાં શરૂ કરવાની યોજના છે.દિલ્હી થી મેરઠ વચ્ચે દોડતી રેપિડ ટ્રેન 180 કિમી/કલાકની ડિઝાઇન સ્પીડ, 160 કિમી/કલાકની ઓપરેશનલ સ્પીડ અને સરેરાશ 100 કિમી/કલાકની ઝડપ સાથે દોડશે. જે ભારતની અત્યાર સુધીની RRTS ની સૌથી ઝડપી