પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં પોલીસે અચાનક રેડ કરતા 15 જેટલા નબીરોઓને જુગાર રમતા પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં ભાજપના 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે.
પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે. ઝડપાયેલા 15 શખ્સો પૈકી ભાજપ માતર બેઠકના કેસરીસિંહ છે. આ તમામ લોકો જુગારની સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.