હવામાન વિભાગ : રાજ્યમાં પવનની પેટર્ન બદલાશે, ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની વકી...

છેલ્લાં 2 દિવસમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે

New Update

છેલ્લાં 2 દિવસમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે. પરંતુ, આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાત-રાજસ્થાનની આસપાસ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો સીધા જમીન તરફ આવવાથી રવિવારથી રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના હવામાન વિશેષજ્ઞે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટ વેવનું જોર વધુ રહેવાની વકી વ્યક્ત કરી છે. છેલ્લા 4 દિવસમાં અમદાવાદ સહિતના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં 8 ડિગ્રીનો વધારો થયો છે. પરંતુ હાલમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધ ઘટ થઇ રહી છે. જોકે, હવે શુક્રવાર બાદ પવનની પેટર્ન બદલાશે, અને રવિવારથી અથવા તો સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં એન્ટિ સાઈકલોનિક સર્જાતા થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટ વેવ શરૂ થતાં ગરમીનો પારો 40 ડિગ્રી કે, તેથી વધુ પહોંચવાની વકી હવામાન વિભાગના વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

Latest Stories