Connect Gujarat
ગુજરાત

નર્મદા : ડેડીયાપાડામાં આંબાવાડી ખાતે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું

નર્મદા : ડેડીયાપાડામાં આંબાવાડી ખાતે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું
X

આદિવાસી વિસ્તારમાં સુરતના કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટનું શિક્ષણ ક્ષેત્રે ભારે મોટું યોગદાન રહ્યું છે.આદિવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળાઓ અદ્યતન વિદ્યાભવનનું નિર્માણ સુરત દ્વારા તૈયાર કર્યા છે.રવિવારે ડેડીયાપાડા તાલુકાના આંબા વાડી ખાતે લાખ્ખોની ખર્ચે અદ્યતન આશ્રમશાળા વિદ્યાભવન બિલ્ડીંગનું વેલજીભાઈ મોહનભાઈ શેટાના અધ્યક્ષસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતો.

સુરતના માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ નું શિક્ષણના ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વનવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળામાં ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે વિદ્યાભવન નું નિર્માણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ સંસ્થા ઘ્વારા ડેડીયાપાડાના આંબાવાડી ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ખાતે વિદ્યા ભવનનું નિર્માણ કરતા તેનો ઉદ્ઘાટન સમારોહ વેલજીભાઈ મોહનભાઇ શેટાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જે પ્રસંગે કસ્તુરબા સેવાશ્રમ ના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા મહાત્મા ગાંધીજીના સંસ્થાનો ઉદ્દભવ અને તેની પાછળ કસ્તુરબા, સરદાર વલ્લભભાઈ પટેલ અને સંસ્થા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી વનવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય સેવાની ધૂણી ધખાવનાર મીઠુબેન પિટિતના યોગદાનની ઝાંખી કરાવી સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. સાથે આઠ વર્ષ બાદ સુવર્ણ મહોત્સવ પહેલા કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આશ્રમશાળા અને ભારતની એક શ્રેષ્ઠ અને મોડેલ આશ્રમશાળાઓ તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધતા બતાવી હતી. વિદ્યાભવનના દાતાઓ અનુભાઈ તેજાણી, જસમતભાઈ વિડીયાએ પણ કસ્તુરબા સેવાશ્રમ કાર્ય થી પ્રભાવિત થઈ સરાહના કરી હતી.માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને વધુ સારા માહોલમાં સારું શિક્ષણ મળી શકે તે માટે દાતા તરીકે વિદ્યાભવન નું નિર્માણ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાત અને ગુજરાત બહાર સંસ્થાએ 90 જેટલા વિદ્યાભવનના નિર્માણ કર્યા છે. 91મુ વિદ્યાભવન કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત આંબાવાડી ખાતે નિર્માણ કર્યું હતું. જેના ઉદ્ઘાટન સમારોહમાં સહ દાતાઓ અને વિદ્યાભવનના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર કર્મયોગી બંધુઓના અભિગમને આવકારી કુલ 208 જેટલા વિદ્યાભવનના નિર્માણનો સંકલ્પ કર્યો હતો.

Next Story
Share it