Connect Gujarat
ગુજરાત

નર્મદા : અનિયમિત બસના ધાંધિયાથી રાજપીપળા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ...

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અપ-ડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ બસ ડેપો પાસે ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું.

નર્મદા : અનિયમિત બસના ધાંધિયાથી રાજપીપળા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ...
X

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અપ-ડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ બસ ડેપો પાસે ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું. જેમાં રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતાં હોય જેથી બસો નિયમિત ન આવતી હોવાથી મોડા પડતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોવાની ફરિયાદ ઉઠી હતી.

રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અપ-ડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપૂરતી અને અનિયમિત બસોના કાયમી ધાંધિયાથી જુલાઈ માસથી શરૂ થયેલી શાળા-કોલજોના વિદ્યાર્થીઓને પારવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડાની બસો નિયમિત ન આવતી હોવાથી મોડા પડતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. શાળામાં એક કે, બે કલાક મોડા આવે તો પાડાના વાંકે વિદ્યાર્થીઓને શિક્ષા પણ ભોગવવી પડે છે. પરંતુ જવાબદાર એસટી તંત્ર અને વહીવટી તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા નથી. જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે. આ મામલે અગાઉ ડેપોના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ બસો નિયમિત આવતી નથી. અને જે બસો આવે છે, એમાં બેસાડતા ન હોવાની વ્યથાથી અંતે કંટાળેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવું પડ્યું હતું. રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓએ દ્વારા 1 કલાક સુધી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા એસટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે, બાદ ટ્રાફિક ઇન્ચાર્જ ડી.ડી.રાવલ દ્વારા લેખીત બાંહેધરી આપતાં અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

Next Story