Connect Gujarat
ગુજરાત

નિતિન પટેલે દિલ્હીમાં પી.એમ.મોદી સાથે કરી મુલાકાત,નવી જવાબદારી સોંપાઈ એવી શક્યતા

નિતિન પટેલે દિલ્હીમાં પી.એમ.મોદી સાથે કરી મુલાકાત,નવી જવાબદારી સોંપાઈ એવી શક્યતા
X

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં મોદી અને પટેલ બન્ને પ્રસન્ન મુખમુદ્રામાં જણાયા છે.

આ મુલાકાત બાદ એવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે.અગાઉ સરકારમાંથી રાજીનામું આપ્યું એ વખતે નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે એવી વાતો વહેતી થઇ હતી, પરંતુ એવી કોઇ બાબત થઇ ન હતી. જોકે આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે તેઓ નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્ત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો આપે એવી શક્યતા છે.

Next Story