Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : કાલોલમાં એક માસના વિરામ બાદ ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકતા ગેરકાયદે રેતી ભરતા બે ટ્રેક્ટરો ઝડપાયા

મહિનામાં કમાઈ લેવાનું કમાવો પછી એક વાર નજીવો દંડ ભરો સરવાળે નફો જ નફો એ ગણતરીને કારણે ખનન ચાલુ રાખતા ખનન માફિયાઓ..

પંચમહાલ : કાલોલમાં એક માસના વિરામ બાદ ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકતા ગેરકાયદે રેતી ભરતા બે ટ્રેક્ટરો ઝડપાયા
X

મહિનામાં કમાઈ લેવાનું કમાવો પછી એક વાર નજીવો દંડ ભરો સરવાળે નફો જ નફો એ ગણતરીને કારણે ખનન ચાલુ રાખતા ખનન માફિયાઓ..

કાલોલ નગર નજીક દોલતપુરાની સીમમાં ગોમાનદીમાંથી ગેરકાયદે રીતે સાદી રેતીનું ખનન કરતા બે ટ્રેક્ટર ગોધરા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા શુક્રવારે સવારે ઓચિંતો છાપો મારી ઝડપી પાડયા હતા. જે ઘટનાની વિગતો મુજબ જિલ્લા ખાણખનીજ વિભાગને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીને આધારે કાલોલ શહેર અને દોલતપુરા વચ્ચેના ગોમાનદીના પટમાં બેફામ રીતે ગેરકાયદે રેતી ખનન મામલે શુક્રવારે સવારે છાપો મારતા બે રેતી ભરતા ટ્રેક્ટરો આબાદ ઝડપાયા હતા. જોકે છાપામારી દરમ્યાન એક ટ્રેક્ટર ચાલક ખનીજ વિભાગની ટીમને જોઈને ટોલીમાંથી રેતી ઠાલવી દઈ ટ્રેક્ટર મૂકી ભાગી છૂટ્યો હતો.પરંતુ ઘટના સ્થળેથી પકડાયેલા એક ટ્રેક્ટર ચાલક પાસેથી ભાગી ગયેલા ચાલકનું નામ સરનામું પૂછતા રેતી ભરેલું ટ્રેક્ટર કાલોલના મહેશભાઇ મકવાણાના નામે હોવાનું જણાવ્યું હતું. જેથી ખાણખનીજ વિભાગે કાલોલ પોલીસને જાણ કરી બંન્ને ટ્રેક્ટરો મામલતદાર કચેરી ખાતે કબ્જે કરી રેતી ખનન થયેલ જગ્યાએ જીપીએસ સિસ્ટમથી માપણી કરી ઝડપાયેલા બંને ટ્રેકટર માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવી હતી.

જોકે કાલોલ શહેરની ગોમાનદીમાં દોલતપુરા જેતપુર અને શિશુમંદિર પાસે આમ ત્રણ ચાર સ્થળોએ બેફામપણે ચાલતા રેતી ખનનથી રોજ અનેક ટ્રેક્ટરો ફરતા હતા પરંતુ શુક્રવારે તંત્રએ છાપો મારતા સમયે સંભવિત મોટા ખનીજ માફિયાઓને આગોતરી જાણ થઈ હોય તેમ રોજ નગરના રસ્તાઓ પર ધમધમતા ટ્રેકટરો ગાયબ થઈ ગયા હતા અને ઘટના સ્થળેથી માત્ર બે જ ટ્રેક્ટરો ઝડપાતા ખનીજ માફિયાઓ ચેતી ગયા હતા. જેથી રેતી ખનન ડામવા માટે તંત્ર દ્વારા અવારનવાર છાપો મારી અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story