Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોર્ડિંગ્સો અને બેનરો યથાવત..!

પંચમહાલ : ગોધરા કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોર્ડિંગ્સો અને બેનરો યથાવત..!
X

પંચમહાલ જિલ્લાના ગોધરા કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર હજી પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોર્ડિંગ્સો અને બેનરો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હોર્ડિંગ્સો અને બેનરો લગાવવાની તસ્દી લે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રી આવે કે, જાય પરંતુ રાજ્ય સરકારની પ્રસિધ્ધીઓ માટેના જાહેર હોર્ડિંગ્સો અને બેનરોમાંથી ફટાફટ મુખ્યમંત્રીના ચહેરાઓની અદલા-બદલીઓ કરી દેવામાં આવતી હોય છે. જોકે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિદાય સાથેના વિસર્જન બાદ ગુજરાતના નાથ તરીકે ભુપેન્દ્ર પટેલે તા. ૧૩મી સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રીપદે સત્તાઓ ગ્રહણ કરી હતી. પરંતુ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હજુ સુધી ગોધરા પહોંચ્યા ન હોય એમ પંચમહાલ કલેક્ટરાલયના મુખ્ય પ્રવેશદ્વાર પર જ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના હોર્ડિંગ્સો અને બેનરો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે ગોધરા સહિત આસપાસના ગ્રામ્ય પ્રજાજનો એવું જ સમજે છે કે, આપણા મુખ્યમંત્રી તો વિજય રૂપાણી જ છે, ત્યારે હવે ગોધરા જિલ્લા વહીવટી તંત્ર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના જૂના હોર્ડિંગ્સો અને બેનરો ઉતારી લે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story