પાટણ : રાધનપુર ખાતે નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ શરૂ

જીલ્લાના રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ તથા શાળા પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો.

New Update

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ તથા શાળા પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજ્ય ભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ, ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા, ફરી એક્વાર શાળાના પરિશ્રમ વિધાર્થીઓ કિલકારીઓ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે રાધનપુર શહેર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર ખાતે ઓફલાઇન શિક્ષણ શરૂ થતા જ શાળાઓમાં નાના નાના ભૂલકાઓની કીકીયારી થી ગુંજી ઉઠી હતી, તો બીજી તરફ કોરોના બેક થવાની વાતને લઈને સાવચેતીના ભાગને લઈને પાટણ જિલ્લામાં શાળા પ્રસાશને તેમજ શિક્ષણ વિભાગે પણ વાલીઓને તકેદારી રાખવા અપીલ કરી હતી.