સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલમાં 80 અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લિટરે પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે પણ 82 પૈસાનો વધારો કર્યો છે. અસહ્ય ઉચા ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવા મુદ્દે દેશભરમાં વ્યાપક વિરોધ બાદ કેંદ્ર સરકારે છેલ્લે ચાર નવેમ્બર 2021એ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટરે 17 રૂપિયા સસ્તુ થયુ હતું.
જો કે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડના ભાવ કુત્રિમ રીતે અતિ ઉંચાઈએ પહોંચ્યા હતા અને બાદમાં થોડા નીચે પણ આવ્યા છે. જો કે ઈંધણનો ભાવ સ્થિર રહ્યા તે સમય દરમિયાન ખાદ્યતેલ, લોખંડ સહિતની ધાતુ, બાંધકામ મટીરીયલ્સ, મસાલા, ઘઉં, રાંધણ ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો યથાવત રહ્યો છે.
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.