PM મોદી આજે મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ

આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના શુભ અવસરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના શુભ અવસરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન જન્મજયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.

તમને જણાવી દઈએ કે આજે દેશભરના હનુમાન મંદિરોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. આજે શહેરોમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેના માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી ચાર મૂર્તિઓમાંથી આ બીજી છે. PMOએ કહ્યું કે આ મૂર્તિ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે.

પીએમ કાર્યાલયે વધુમાં કહ્યું કે, 'હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ શ્રેણીની પ્રથમ પ્રતિમા ઉત્તરમાં હિમાચલ પ્રદેશના શિમલામાં 2010માં સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં ત્રીજી પ્રતિમા પર કામ શરૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે આ વર્ષે હનુમાન જન્મોત્સવનો શુભ દિવસ 16 એપ્રિલ શનિવારના રોજ આવી રહ્યો છે. શનિવાર હોવાથી આ હનુમાન જન્મજયંતિનું મહત્વ ઘણું વધી ગયું છે. હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જન્મોત્સવ વર્ષમાં બે વાર આવે છે. આ એટલા માટે છે કારણ કે ભગવાન હનુમાનના જન્મને લઈને થોડો મતભેદ છે. રામાયણ અનુસાર, એવું માનવામાં આવે છે કે પવનના પુત્રનો જન્મ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયો હતો. બીજી તરફ, એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories