Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં પી.એમ.મોદીનું સંબોધન,વાંચો શું કહ્યું

આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં પી.એમ.મોદીનું સંબોધન,વાંચો શું કહ્યું
X

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે.

આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે. મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે.

નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. અમિત શાહે જણાવ્યું છેકે, ફોરેન્સિક યુનિવર્સીટીએ અન્ય રાજયોમાં તેના કેમ્પસ વિકસાવવીને વિસ્તરણ કર્યુ છે. તેમ હવે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિ. ખુબ ઝ઼ડપથી તમામ ક્ષેત્રે આગળ વધશે અને કેમ્પસ ખોલશે. DySP, PSI અને કોન્સ્ટેબલ બનવા માગતા યુવાનોને એ લેવલની પ્રોફેશનલ ટ્રેનિંગ આપાવામાં આવશે અને સરકારી કર્મચારી નહીં પરંતુ વડાપ્રધાન કહે છે, તે રીતે કર્મયોગી બનાવવાનું વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રકચર આ યુનિવર્સિટીમાં ઉપલ્બધ કરાવશે.

Next Story