રાજ્યમાં 15 જુલાઈ સુધી મેઘરાજા કરશે બેટિંગ,વહીવટી તંત્ર એલર્ટ

રાજ્યમાં મેધરાજાનું તોફાની સ્વરૂપ સામે આવી રહ્યું છે .અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. નદીનાળા છલકાઈ ગયા છે.

New Update

રાજ્યમાં મેધરાજાનું તોફાની સ્વરૂપ સામે આવી રહ્યું છે .અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. નદીનાળા છલકાઈ ગયા છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગ માં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે. સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે.તો બીજીબાજુ ભારે વરસાદના કારણે સરકાર પણ એલર્ટ થઇ છે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે

Advertisment