Connect Gujarat
ગુજરાત

રાજકોટ: વેક્સિન લીધા બાદ શું સાચે શરીર ચુંબકીય બની જાય છે ? વાંચો તથ્યો

રાજકોટ: વેક્સિન લીધા બાદ શું સાચે શરીર ચુંબકીય બની જાય છે ? વાંચો તથ્યો
X

રાજ્ય અને દેશમાં વેક્સીન લીધા બાદ અનેક લોકોના શરીર ચુંબકીય બની જાય છે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે તો ગુજરાતમાં અનેક લોકો પણ આવી ફરિયાદ કરી છે અને વેક્સિન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાજકોટ જાથાના ચેરમેન અને એડ્વોકેટ જયંત પંડ્યાએ આ વાતને હંબક બતાવી છે અને આ માત્ર અફવા છે અને લોકોને ગેરમાર્ગે દોરવા ની સાજીશ છે તેમણે પોતાના શરીર પર આવો જ પ્રયોગ કરી પડકાર ફેંક્યો છે.

જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે લોકોના શરીર પર વેક્સીન લીધા બાદ લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ચિપકી રહી છે આ વાત માત્ર કૌતુક ઉભું કરવા માટે છે તેમના જણાવ્યા મુજબ અત્યારે વરસાદી વાતાવરણ હોય શરીરમાં ભેજ પરસેવો અને શરીર ચીકાસવાળુ હોઈ સર્ફેશ ટેંશન ખુબ વધી જાય છે તેને પુષ્તાણ કહેવામાં આવે છે જેને કારણે વસ્તુઓ ચોંટી નથી જતી પણ માત્ર થોડા સમય સુધી ચીપકી જાય છે અને જેમને રૂંવાટી નથી હોતી તેને આસાનીથી આવી વસ્તુઓ ચીપકે છે અને આ પ્રયોગ ઘરે પણ કરી શકાય છે આથી કોઈના શરીર ચુંબકીય બની જાય છે તે માત્ર અફવા છે

વિજ્ઞાનના નિયમ પ્રમાણે આ સામાન્ય ઘટના છે મેં મારા શરીર પર વસ્તુઓ ચિપકાવી છે જેથી લોકો આ અફવા માંથી બહાર આવે મેં વેક્સિનના 2 ડોઝ લીધા છે ઘણા દિવસો મેં પસાર કર્યા છે તેમના કહેવા મુજબ દરેક મનુષ્યના શરીરમાં આર્યન પણ હોઈ છે આવી ઘટનાઓની પાછળ વ્યક્તિની અજ્ઞાનતા અને બીમાર માનસિકતા જવાબદાર છે તેથી વેક્સીન લીધા બાદ કોઈ આડ અસર થાય છે તે વાતમાં તથ્ય નથી અને દરેક લોકોએ આ વેક્સીન લેવી જોઈએ

Next Story