Connect Gujarat
ગુજરાત

રામ મંદિર જમીન વિવાદ અંગે યોગી આદિત્યનાથે અધિકારીઓ પાસેથી માંગી માહિતી

રામ મંદિર જમીન વિવાદ અંગે યોગી આદિત્યનાથે અધિકારીઓ પાસેથી માંગી માહિતી
X

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરની જમીન અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે આધિકારીઓ પાસેથી માહિતી માંગી છે. એવું જાણવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી જમીન અંગેના અહેવાલથી સંતુષ્ટ છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય પર બે કરોડની જમીન 18 કરોડમાં ખરીદવાનો આરોપ છે.

ઉલીખનીય છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા અને સીબીઆઈ અને ઇડી પાસે તપાસની માંગ કરી હતી. સંજયસિંહે લખનઉમાં દાવો કર્યો હતો કે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી 2 કરોડ રૂપિયાની જમીન 18 કરોડમાં ખરીદી છે. તેમણે કહ્યું હતું કે આ સીધો મની લોન્ડરિંગ કેસ છે અને સરકારે તેની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાવી લેવી જોઈએ.

જ્યારે સમાજવાદી પાર્ટીની અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ પણ અયોધ્યામાં ચંપત રાય પર ભ્રષ્ટાચારના સમાન આરોપો લગાવ્યા હતા અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

બીજી તરફ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આક્ષેપો કરનારા આરોપ પહેલા ટ્રસ્ટના અધિકારીઓ પાસેથી તથ્યો વિશે માહિતી લીધી નથી. બધા વ્યવહારો એક બેંક ટૂ બેંક થયા છે અને ત્યાં કોઈ કરચોરી થતી નથી.

Next Story
Share it