સાબરકાંઠા : હિંમતનગરમાં ST બસ પાછળ કાર ઘુસી જતા ચાલક સહિતને 3 લોકોને ઈજા...

હિંમતનગર-ઇડર બાયપાસ રોડ પર ત્રણ રસ્તા નજીક બાઇકને અકસ્માત નડતાં 3 લોકોને ઇજાઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એક જ દિવસમાં દોઢ કલાક જેટલા સમયગાળામાં 3 અલગ અલગ અકસ્માત નોંધાયા છે. જેમાં 6 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર-ઇડર બાયપાસ રોડ પર ત્રણ રસ્તા નજીક બાઇકને અકસ્માત નડતાં 3 લોકોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ધાણધા નજીક કોઇ અજાણ્યા વાહન ટક્કરે એક રાહદારીને પણ શરીરે ઇજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ન્યાયમંદિર નજીક એસ.ટી. બસ પાછળ એક કાર ઘુસી જતા ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, દોઢેક કલાકના સમયગાળામાં 4 કી.મી.ના વિસ્તારમાં જ 108 દોડતી રહેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.