Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસ અંતર્ગત UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલી યોજાય...

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસેમ્બર માસ એટલે રાષ્ટ્રીય સંરક્ષણ માસ.. આ માસમાં અલગ અલગ રીતે લોક જાગૃતિ માટે આયોજન કરવામાં આવે છે. સાબરકાંઠા જીલ્લામાં આ માસ દરમિયાન લોક જાગૃતિ રેલી, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે, ત્યારે ઊર્જા લોક જાગૃતિ અભિયાનમાં UGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શાળાના વિધાર્થીઓને જોડીને લોક જાગૃતિ અભિયાન સમગ્ર માસ દરમિયાન કરવામાં આવશે, ત્યારે હિમતનગરમાં હાજીપુર ખાતે આવેલ UGVCL વર્તુળ કચેરીથી ઊર્જા બચત કરવાથી શું લાભ થાય તે વિગતો દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ સાથે અધિકારીઓ અને કર્મચારીઓની ઊર્જા બચત લોક જાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું હતું. જનજાગૃતિ રેલી એસપી ઓફીસ થઈ બી’ ડીવીઝનથી ટાવર ચોક પહોચી હતી, જ્યાંથી પરત હેરીટેજ માર્ગ પર થઈને રેલી જુના બજાર, નવા બજાર થઈ પરત UGVCL કચેરીએ પહોચી પૂર્ણ થઇ હતી.

Next Story