સાબરકાંઠા : અષાઢ માસની હરિયાળી રૂપે જવારાના પૂજન સાથે બાળાઓ દ્વારા કરાયો ગૌરીવ્રતનો પ્રારંભ

New Update

આજથી શરૂ થતાં ગૌરીવ્રતને લઈ સાબરકાંઠા જિલ્લામાં નાની બાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે બાળાઓ દ્વારા પૂજા-અર્ચના સાથે ગૌરીવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Advertisment

અષાઢ સુદ દેવપોઢી એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત દીકરીઓ સારા પતિની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે, ત્યારે આ વ્રતના પ્રરાંભે આજથી પાંચ દિવસ સુધી નાની બાળાઓ દ્વારા ગૌરીમાઁનું વિશેષ પૂજન કરવામાં આવશે. તો સાથે જ અષાઢ માસની હરિયાળી રૂપે જવારાનું પૂજન કરાશે. નાની બાળાઓ દ્વારા માટીના પાત્રમાં ભીની માટીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને ચોખા સહિતના 7 પ્રકારના ધાન્ય વાવીને ઉગાડવામાં છે, ત્યારે ગૌરીવ્રતના પ્રારંભે બાળાઓએ વહેલી સવારે જવારાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment