Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના લોકાર્પણ-ખાતર્મુહત સંપન્ન

૧૩૬.૪૩ કરોડ અને રૂ. ૪૦૦ કરોડથી વધુના પાણી પુરવઠાની વિવિધ યોજના અને કાર્યોનું મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ ખાતમુર્હત કરાયું

સાબરકાંઠા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના લોકાર્પણ-ખાતર્મુહત સંપન્ન
X

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પાણી પુરવઠાની રૂ. ૫૩૬.૭૮ વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતર્મુહત કરવામાં આવ્યું હતું. ખેડબ્રહમા ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતર્મુહત કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ તાલુકામાં ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં પાણી પુરવઠાના રૂ. ૧૩૬.૪૩ કરોડ અને રૂ. ૪૦૦ કરોડથી વધુના પાણી પુરવઠાની વિવિધ યોજના અને કાર્યોનું મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ ખાતમુર્હત કરાયું હતું.

પાણી પુરવઠાનું લોકાર્પણ કરવાથી ૪૧૯ જેટલા ગામડા અને ત્રણ શહેરોમાં પીવાના પાણીની રાહત પોહચાડવાનું કામ કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં આદિવાસી વિસ્તારમાં દરેક ઘર સુધી શુદ્ધ અને પીવા લાયક પાણી પહોચે, જેને લઈને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા આદીવાસી નેતા અશ્વિન કોટવાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story