સાબરકાંઠા : કાયદાકીય જાગૃતિ અર્થે એકલારા ખાતે ટેલિલો સર્વિસ અંગે વિસ્તૃત માહિતી અપાય
વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના એકલારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ મારફતે કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા ચલાવવામાં આવતી ટેલિલો સર્વિસ બાબતે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે તે માટે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઇડરના એકલારા ખાતે ટેલિલો સર્વિસ મારફતે લોકોએ કાયદાકીય જાણકારી લેવા માટે નજીકના CHC સેન્ટર પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવાનું હોય છે. રજિસ્ટ્રેશન કર્યા પછી લાભાર્થીઓને ટેલિફોનિક કે, વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી નિષ્ણાંત વકીલ યોગ્ય સલાહ આપે છે. ગામમાંથી 20 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં CHCના જિલ્લા કો-ઓર્ડીનેટર ઉપેન્દ્રસિંહ ડાભીએ હાજર રહી ટેલિલો અને CHC ની અન્ય સેવાઓ વિશે હાજર લોકોને માહિતી આપી હતી. વધુમાં વધુ લોકોને સેવાઓનો લાભ લેવા જણાવાયું હતું. કાર્યક્રમમનું સફળ સંચાલન ગામના દિનેશ ભાંભી અને યાસિન મનસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું.