સાબરકાંઠા: પોલીસકર્મી જ ચલાવતો હતો ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી,પોલીસકર્મી અને તેના પુત્રની ધરપકડ

ડુપ્લીકેટ દારૂનું ઘરમાં જ વિદેશી દારૂ જેવું પેકીંગ કરી પોલીસકર્મી દ્વારા જ વેચાણ થઇ રહ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી

New Update

સાબરકાંઠાના તલોદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર તા.24/11/21 ના રોજ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી પહોંચતા બાતમી મળી હતી કે છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ અને તેમના દીકરા જયદીપસિંહ પોતાના ઘરે જ બનાવટી દારૂ બનાવવાનો સામાન લાવી ડુપ્લીકેટ દારૂની બોટલો બનાવી ઓરીજનલ તરીકે વેચાણ કરે છે.બાતમીને પગલે છત્રીસા ગામે પહોંચી રણજીતસિંહ ચૌહાણના ઘેર રેડ કરતા બંને પિતા પુત્ર હાજર મળી આવ્યા હતા મકાનમાં તપાસ હાથ ધરતા એક દારૂ બનાવવાના સામાન સહિત કુલ રૂ. 4,75,910નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે બંને પિતા પુત્રની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તલોદ પોલીસના જણાવ્યાનુસાર રણજીતસિંહ દીપસિંહ ચૌહાણે પ્રાથમિક પૂછપરછમાં અમદાવાદ શાહીબાગ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનુ જણાવ્યુ છે. ડુપ્લીકેટ દારૂનું ઘરમાં જ વિદેશી દારૂ જેવું પેકીંગ કરી પોલીસકર્મી દ્વારા જ વેચાણ થઇ રહ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે