સાબરકાંઠા: વિજયનગર હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 2 બાળકો સહિત 3 લોકોના મોત

સાબરકાંઠા: વિજયનગર હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત : 2 બાળકો સહિત 3 લોકોના મોત

New Update

રાજ્યમાં જીવલેણ અકસ્માતની ઘટનાઓમાં વધારો પણ થયો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સાબરકાંઠાના ઇડર- વીજયનગર હાઇવે પર બની છે. આ અકસ્માત કાર અને રિક્ષા વચ્ચે થયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે બાળક સહિત 3 લોકોના મોત થયાં છે.

Advertisment

સાબરકાંઠા ઇડર તાલુકામાં આવેલા કડિયાદરા નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. તો રિક્ષામાં બેસેલા લોકોમાંથી બે બાળકો અને રિક્ષાચાલકને ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતું. અકસ્માતની ઘટનાને લઇને લોકો રસ્તા પર એકઠા થઇ ગયા હતા. રાહદારીઓએ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી.આ ઘટનામાં 7 લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિક્ષામાં જે પરિવાર સવાર હતો તે તમામ લોકો પોલો ફોરેસ્ટમાંથી તેમના ઘરે પરત જઈ રહ્યા હતા.



આ પરિવાર વિજયનગરનો રહેવાસી હતો. આ ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમના નામ હેતાર્થ મકવાણા અને વંશ પરમાર હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત જે રિક્ષાચાલક મૃત્યુ પામ્યો છે તેનું નામ નરેન્દ્ર મકવાણા હોવાનું સામે આવ્યું છે.તો બીજી તરફ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ કર્યા બાદ 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના રહેવાસી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment
Latest Stories