સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે ખેડૂત એકતા મંચ દ્વારા બેઠક યોજાય, ખેડૂતોના પડતર પ્રશ્ને ચર્ચા કરાય

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ખેડૂત એકતા મંચ અને ખેડૂત આગેવાનોની મીટીંગ યોજાઇ હતી. જેમાં સૌની યોજના, વિજપોલ વળતર, હાઇવે કપાત અને જમીન વળતર સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે ગુજરાત ખેડૂત એકતા મંચની મીટીંગ મળી હતી. જેમાં ખેડૂત એકતા મંચના પ્રદેશ પ્રમુખ સાગર રબારી સહિતના ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી. મિટિંગ દરમ્યાન ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતો માટે કરેલા કામોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ચોટીલામાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં સૌપ્રથમ કોરાનામાં મૃત્યુ પામેલા ખેડૂતોને 2 મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને લગતા પ્રશ્નો માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સૌની યોજના, વિજપોલ વળતર, હાઇવે પર કપાત અને જમીનના વળતર સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી, ત્યારે આગામી સમયની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના ખેડૂત સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં બેઠક મળી હતી.