સુરેન્દ્રનગરના થાનમાં મંદબુધ્ધીની યુવતી પર વર્ષ ૨૦૧૭માં દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારવાનો પોકસો કોર્ટે હુકમ કર્યો છે.ભોગ બનનાર યુવતી માનસિક દિવ્યાંગ હોવાથી રાજ્યમાં સૌ પ્રથમવાર વનરેબલ વીટનેશ રૂમમાં જુબાની લેવામાં આવી હતી.
માતાને ટીફીન આપવા જતી મંદબુધ્ધીની યુવતીનું નરેશ ઉર્ફે પપ્પુ અઘારા નામના રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ૧૦ વર્ષની સજા અને કુલ રૂપિયા ૧ લાખનો દંડ કોર્ટે ફટકાર્યો છે તો સાથે જ દંડની રકમમાંથી રૂપિયા ૭૫ હજાર ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. સમગ્ર કેસમાં મનોચીકીત્સકની જુબાની, FSL રિપોર્ટ સહીતના પુરાવાઓને આધારે કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે