Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સાયલમાં જમવાનું કાઢવાની બાબતે મહંતની હત્યા કરી અન્ય સાધુ ફરાર

સુરેન્દ્રનગર : સાયલમાં જમવાનું કાઢવાની બાબતે મહંતની હત્યા કરી અન્ય સાધુ ફરાર
X

સાયલા - ચોટીલા નેશનલ હાઈવે પર વણકીના બોર્ડ પાસે આવેલ એક આશ્રમમાં રાત્રે સત્સંગ કર્યા બાદ સંચાલક તેમજ મહંત સાધુ દ્વારા હાજર અન્ય એક સાધુને બધા માટે જમવાનું કાઢો કહેતા ઉશ્કેરાયેલા સાધુ એ ગાળાગાળી શરૂ કરીને લાકડા ના ધોકા વડે મહંતને બે - ત્રણ ઘા મારતા તેઓ પડી ગયા હતા . આ સમયે આશ્રમમાં હાજર અન્ય સાધુ છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરતા તેમને પણ ઇજાઓ થવા પામી હતી . રાતના સમયે આશ્રમમાં હુમલાની ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહંત વૃદ્ધને પ્રથમ ચોટીલા તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું કરુણ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો . હુમલો કરનાર સાધુ ઘટનાને અંજામ આપી બાઇક લઈને નાસી છૂટયો હતો .

સાયલા હાઈવે પર વણકીના બોર્ડ પાસે આવેલ નાગેશ્વર આશ્રમમાં છેલ્લા દસથી બાર વર્ષોથી સંચાલન કરતા અને મહંત વચ્ચે ભવાનીશંકરગીરીના આશ્રમમાં પણ રવિવારના રોજ હાજર સાધુઓ ઇજાઓ તેમજ સેવકનો સત્સંગ પુરો થયા સમયે બાદ છેલ્લા થોડા દિવસોથી આશ્રમમાં રોકાયેલા સીતારામ રામજી નામના અજાણ્યા સાધુને બધા માટે જમવાનું લાવવાનું તથા પાણી ભરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ભવાનીશંકરગીરી સાથે ગાળો બોલવા લાગ્યો હતો . ભવાનીશંકરે ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા સીતારામ બાજુમાં પડેલ લાકડાનો ધોકો લઇ તેમના પર હુમલો કરી દીધો હતો . આ સમયે આશ્રમમાં હાજર અન્ય સાધુ ધર્મેન્દ્રગીરી તથા રાજકોટના આશીષભાઇ શેખલીયા છોડાવવા વચ્ચે પડતા સીતારામે તેમના પણ હુમલો કરતા ધર્મેન્દ્રગીરીને પણ ઇજાઓ થવા પામી હતી . રાતના સમયે આશ્રમમાં બનેલી હુમલાની ઘટનામાં મહંત ભવાનીશંકરગીરી પર સીતારામે લાકડાના ધોકાના બ્રેથી ત્રણ ઘા માથામાં મારતા તેઓને બેભાન હાલતમાં ૧૦૮ એમ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા દવાખાને તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન ભવાનીશંકરગીરીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો હુમલાની ઘટના બાદ હુમલાખોર સાધુ સીતારામ રામજી આશ્રમમાં પડેલું બાઇક લઇને નાસી છૂટયો હતો . બનાવની જાણ થતા સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર સીતારામની શોધખોળ હાથ ધરવામાં આવતા બાઇક ચોટીલા પાસેથી મળી આવ્યું હતું પરંતુ તે કોઈ બીજા વાહનમાં બેસી રફુચક્કર થઇ ગયો હતો . હુમલાખોર સાધુ વીશે આશ્રમમાં કોઇ પાસે માહિતી નથી તેમજ તે કયાંનો છે તેની પણ કોઇ પાસે કોઈ જ પ્રકારની માહિતી વિગત નહીં હોવાથી પોલીસ પર મુંઝવણમાં મુકાઇ જવા પામી છે . પોલીસે સારવાર દરમિયાન મૃત્યુ પામનાર મહંતનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી હાલતો આરોપી સાધુ સીતારામને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .

Next Story