Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડવાળા મંદિરે દર્શન સહિત પૂજા-અર્ચના કરી...

વડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડવાળા મંદિરે દર્શન સહિત પૂજા-અર્ચના કરી...
X

સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડવાળા દેવ પ્રાગટ્ય દિને મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૂપિયા ૩ કરોડ ફાળવવામાં આવતા વડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.

સન્માન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશ હોળી ઉત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ. સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મ નિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસની સાથે સાથે આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતના નિર્ણયને પાર પાડવા માટે પરિશ્રમનો મહિમા, શ્રદ્ધાનું બળ અને સાધુ સંતોના આશીર્વાદ એ મૂડી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રબારી સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહેલો સમાજ છે. રબારી સમાજ શ્રેષ્ઠ સમાજ છે અને બીજા સમાજો માટે પ્રેરણા બની રહેશે.

રાજ્યમાં એક સમયે ૧૧ યુનિવર્સિટી હતી જે આજે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસો થકી ૯૨ જેટલી યુનિવર્સિટી કાર્યરત છે. આ પ્રસંગે માર્ગ અને મકાન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર યાત્રાધામો પ્રત્યે લોકોની શ્રધ્ધા મજબુત થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. આજે યાત્રાધામોમાં વિવિધ આનુસાંગીક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. લોકોમાં ધાર્મિક ભાવના, શ્રધ્ધા વધારવાનું કામ રાજય સરકાર કરી રહી છે. તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, દેશની અંદર પ્રત્યેક વ્યકિતની ધાર્મિક શકિત અને ભકિતને વાચા આપવાનું કામ તેમજ આ શકિત અને ભકિતને રાષ્ટ્રભાવનામાં રૂપાંતરિત કરવાનું કામ રાજય સરકાર કટિબધ્ધતાથી કરી રહી છે.

Next Story