Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય; વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ

ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વેક્સિનનું પ્રમાણપત્ર બાતવી મળશે મંદિરમાં પ્રવેશ.

X

ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ચોટીલા મંદિરમાં પ્રવેશતા પહેલા તમારે ફરજિયાત વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવું પડશે.

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 5.57 કરોડ થઇ ગયો છે. જેમાંથી 3.95 કરોડે પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે.

જોકે હજુ પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોએ રસી લીધેલી હોવી ફરજિયાત છે.

મંદિરગૃહમાં પ્રવેશતા પહેલા ભક્તોએ વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ મેળવી શકાશે. મંદિરમાં સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. જ્યારે તમામ ભાવિકોને વેક્સિન લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Next Story