Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : આંતકવાદી પ્રવૃત્તિ સામે રક્ષણાત્મક કાર્યવાહી અંગે મોકડ્રીલ યોજાઈ

સુરેન્દ્રનગર : આંતકવાદી પ્રવૃત્તિ સામે રક્ષણાત્મક કાર્યવાહી અંગે મોકડ્રીલ યોજાઈ
X

રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરી તથા રેલ્વેના જાન માલ મિલકતના રક્ષણ કરવાના હેતુથી RPF/GRP દ્વારા સંયુક્ત રીતે આંતકવાદી પ્રવૃતિ સામે રક્ષણાત્મક કાર્યવાહી અંગેની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી.

જબલપુર તરફથી આવતી અને સોમનાથ તરફ જતી સોમનાથ-જબલપુર પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટક સાધન સામગ્રી સાથે એક આંતકવાદી આવે છે અને તે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉતરનાર છે, તેવી બાતમીના આધારે RPF/GRP સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આ ટ્રેનના સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન આવતા પહેલા સુરેન્દ્રનગર જિલ્લા BDDS ટીમ, ડોગ સ્કોડ તથા RPF ડોગ સ્કોડ ટીમ, રેલવે મેડીકલ ટીમ સહીત સંપુર્ણ રીતે બંદોબસ્ત ગોઠવી ટ્રેન આવતા સર્ચ ઓપરેશન કરી આંતકવાદીને શોધી કાઢતા તે વિસ્ફોટક સામાન સાથેની બેગ ફેકી નાશવા જતા ટ્રાફીક યાર્ડમાંથી પકડી તેની પાસેથી એક રીવોલ્વર તથા જીવતા ૦૫ કારતુસ સાથે પકડી પાડી મોકડ્રીલ વેળા તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર આ મોકડ્રિલ કરવામાં આવ્યું અને આતંકવાદીને કેવી રીતે પકડીને આગળની કાર્યવાહી કરવી, તો સાથે જ મુસાફરોને પણ આ સમયે તકલીફ ન પડે તેવી રીતે ઓપરેશન કરવા માટે તેવી રીતે કાર્ય કરવામાં આવ્યું હતું.

Next Story