Connect Gujarat
ગુજરાત

તાપી : બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુ.એ યોજાનાર સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

"સહકારથી સમૃદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક આજે તાપી જિલ્લા પ્રભારી મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

તાપી : બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુ.એ યોજાનાર સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ
X

તાપી જિલ્લાના બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુઆરીએ યોજાનાર "સહકારથી સમૃદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક આજે તાપી જિલ્લા પ્રભારી મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

કેન્દ્રીય સહકારીતા મંત્રી તેમજ ગૃહમંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં યોજાનાર "સહકાર થી સમૃદ્ધિ" કાર્યક્રમમાં તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ સહિતના સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ અને સુરત તાપી જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિટીમાં વિવિધ કાર્યોની સમીક્ષા કરી સુચારૂ કાર્યક્રમ યોજાઈ તે અંગેની સંબંધિત અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી, આ વેળાએ લાખોની જન મેદની ઉપસ્થિત રહેનાર હોય તો કોરોના ગાઈડલાઈન ને ધ્યાને રાખીને કાર્યક્રમ યોજાશે તેવી પ્રભારી મંત્રીએ વાત કરી હતી.

Next Story
Share it