Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે યોજી બેઠક…

કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે યોજી બેઠક…
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે, ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલવે લાઈનના ગેજ રૂપાંતર અને રેલ્વે ઓવર બ્રીજ તેમજ ઈલેકટ્રીફિકેશન જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ઝડપી નિવારણ લાવવા ની દિશામાં આ બેઠક મળી હતી.

રેલ્વે રાજ્ય મંત્રી ગુજરાત કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ ડબલ એન્જીનની સરકારને ફાયદો મળે છે, ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરી હતી. આ હેતુસર રેલવે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે.

રેલ રાજ્ય મંત્રી દર્શના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારી પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇ સ્પીડ રેલ જે કામગીરી થઇ રહી છે, તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલ્વે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજુતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ. તેમણે મુખ્ય સચિવ પંકજકુમાર ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલવે ઓવરબ્રીજનું રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે, તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યું હતું.

Next Story